ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીની હિસાબી શાખાની માહિતી શાખાનું નામ.
હિસાબી શાખા | |
અધિકારીનું નામ: | (૧). શ્રી. કે.જે.પટેલ. હિસાબી અધિકારી |
શાખાના કર્મચારીઓની વિગત: | (૧) શ્રી. આર.જી.પરમાર ઓડીટર |
(૨) શ્રી એસ.બી.સંગરીયાત નાયબ હિસાબનીશ | |
(૩) શ્રી જે.એમ.મોદી. નાયબ હિસાબનીશ | |
(૪) શ્રીમતિ જે.ટી.મકવાણા. આસી.એકાઉન્ટન્ટ |
શાખાની કામગીરીની વિગત
- કાયમી/હંગામી અધિકારીઓ/કર્મચારીઓ/વર્ગ-૪ કર્મચારીઓ/રોજમદાર કર્મચારીઓ વિગેરેના
- માસિક પગારબીલો,
- મોઘવારી ભથ્થાના બિલો,
- બોનસના બિલો,
- અનાજ પેશગીના બિલો,
- તહેવાર પેશગીના બિલો
- એલ.ટી.સી. બિલો
- લીવ એનકેસમેન્ટ બિલો
- ઉ.પ.ધો./ડીમ ડેટ તફાવત બિલો તથા ટી.એ. બિલો બનાવવા તથા બિલ રજીસ્ટરમાં ચઢાવવા, સક્ષમ અધિકારીની મંજુરી મેળવવી, ચેક લખવા,તથા તેને લગતી આગળની કાર્યવાહી કરવી.
- ઉક્ત તમામ બિલો બિલ રજીસ્ટરમાં ચઢાવવા, ગ્રાન્ટ રજીસ્ટરમાં ચઢાવવા, દેણા યાદી તૈયાર કરવી.
- એબીસી રજીસ્ટર નિભાવવું તથા દરમાસે તેમાં ખતવણી કરવી.
- ઉક્ત પગાર બિલો સબબના ચેકો બેન્કમાં જમા કરાવવા.
- પગાર સ્લીપો, આવકના દાખલા તથા ફોર્મ-૧૬ તૈયાર કરવા તથા તેનું વિતરણ કરવું.
- બિલોના તમામ રજીસ્ટરો/ફાઈલો એકઠા કરવા,લીસ્ટ બનાવવું. અને સંલગ્ન માહિતી ઉપલબ્ધ કરવી.
- બિલોની કપાતના શિડયુલોની ફાઇલો અદ્યતન બનાવવી, શિડયુલોના ચલણ/ચેકો બેંકમાં જમા કરાવવી.
- જી.પી.એફ./ એચ.બી.એ.-એમ.સી.એ. નું રીકન્સીલેશન કરવું.
- મેન્યુઅલ કેશબુક લખવી.
- ટેલી એકાઉન્ટીંગ સોફ્ટવેરમાં હિસાબો નિભાવવા. તથા તે સંબંધિત તમામ કામગીરી કરવી.
- મહાનગરપાલિકા કચેરી સંલગ્ન શાખાઓ,અને બહારની કચેરીઓ તરફથી માંગવામાં આવતી હિસાબો સંલગ્ન માહિતી આપવી.
- બેન્ક સ્ટેટમેન્ટ/ પાસબુક મેળવી, અધ્યતન રાખવી, તથા અત્રેની સંસ્થાના તમામ બેન્ક ખાતાઓનું રીકન્સીલેશન કરવું.
- એક બેંકમાંથી બીજી બેંકમાં બેલેન્સ ટ્રાન્સફર તબદિલ/ફિક્સ ડીપોઝીટ કરાવવી, તથા તેની ફાઈલ તૈયાર કરવી, અને તે અંગેની માહિતી પુરી પાડવી.
- મહાનગરપાલિકા કચેરી સંલગ્ન શાખાઓ,અને તાબાની કચેરીઓમાંથી વિવિધ પ્રકારની આવકો જમા લઇ રજીસ્ટરમાં નોધી બેન્કમાં જમા કરાવવી.
- નિવૃત્ત/અવસાન પામેલ કર્મચારીઓના જી.પી.એફ.ફાઈનલ પેમેન્ટની દરખાસ્ત તૈયાર કરવી,સંબધિત કચેરીને મોકલી તેની ઓથોરીટીને મેળવી બીલ ટેબલે આપવી.
- નિવૃત્ત/અવસાન પામેલ કર્મચારીઓના એચ.બી.એ.-એમ.સી.એ.ના વાધા પ્રમાણપત્ર માટેની દરખાસ્ત તૈયાર કરવી અને એન.ડી.સી.મેળવવું.
- હિસાબી શાખાને લગતી તમામ જનરલ ફાઈલો/ રજીસ્ટરો એકત્ર કરી નંબરીંગ કરી લિસ્ટ બનાવવું.
- બેન્ક કેશબુક,પેટી કેશબુક,અન-ડીસ્બર્સ રજીસ્ટર નિભાવવા.
- હિસાબી શાખાને લગતી આર.ટી.આઈ.ના જવાબો કરવા.
- હિસાબી શાખાને લગતા ઓડીટ પારાના નિકાલ કરવા./ ઓડીટ પારા રજીસ્ટર નિભાવવું.
- મહાનગરપાલિકા કચેરી સંલગ્ન શાખાઓ,અને તાબાની કચેરીઓ અને મેયરશ્રી-ચેરમેનશ્રીના કાર્યાલયમાંથી આવતા વિવિધ ખર્ચના બિલો/યોજના આનુષંગિક બિલો બનાવવા, બીલ રજીસ્ટર/ચેક રજીસ્ટરમાં ચઢાવવા.
- ઉપર જણાવેલ બિલોના ચેકો તૈયાર કરવા/ઉપાડ અધિકારીની સહી મેળવી વિતરણ કરવું.
- યોજના સિવાયનાં બિલોના ગ્રાન્ટ રજીસ્ટર નિભાવવું તથા દેણા યાદી તૈયાર કરવી.
- જી.પી.એફ.પેશગી/ઉપાડ અને ફાઈનલ પેમેન્ટ તથા એચ.બી.એ.-એમ.સી.એ.ના તથા જુથ વીમા યોજના ના મળેલા હુકમો મુજબ બિલો બનાવવા, ટ્રેઝરીમાં રજૂ કરવા,ચેકો મેળવી તેનું વિતરણ કરવું.
- બજેટને લગતી કામગીરી કરવી.
- ડીએસ. કપાતના ચેકોના ચલણો તૈયાર કરી બેન્કમાં જમા કરાવવા ની કામગીરી.
- મહાનગરપાલિકા કચેરી સંલગ્ન શાખાઓ,અને બહારની કચેરીઓ/પાર્ટીઓ તરફથી નીચેની વિગતે આવકો જમા કરાવવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે.
અનું.નં. | આવકની વિગત. |
---|---|
૧ | પ્રોફેશનલ ટેક્ષ આવક. |
૨ | પ્રોપર્ટી ટેક્ષ આવક. |
૩ | બાંધકામ સ્ક્રુટીની /બાંધકામ પરવાનગી. |
૪ | જન્મ-મરણ નોધણી. |
૫ | લગ્ન નોધણી. |
૬ | લારી-ગલ્લા ભાડા. |
૭ | શોપ લાઇસન્સ ફી. |
૮ | વે-બ્રીજ. |
૯ | ફાયર N.O.C ./ફાયર કોલ ચાર્જ. |
૧૦ | ફૂડ લાયસન્સ. |
૧૧ | વહીવટી ફાળો. |
૧૨ | જાહેર શોચાલય/મોબાઈલ ટોઇલેટ આવક. |
૧૩ | ઢોર ડબ્બા આવક. |
૧૪ | રંગમંચ આવક. |
૧૫ | શાખા આવક .(પરચુરણ) |
૧૬ | પેવરબ્લોક આવક. |
૧૭ | ટેન્ડર ફી આવક. |
૧૮ | કોર્પોરેશનના વાહન ભાડા આવક. |
૧૯ | આર.ટી.આઈ.ફી આવક. |