GMC
ધ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬

આ એક્ટ પુરા ભારતમાં લાગુ પડે છે. ONLINE WEBSITE foodlicensing.fssai.gov.in/

  • (૧) આ એક્ટની અમલવારી સેક્શન ૩૦ નીચે કમિશનર ઓફ ફુડ સેફટીની નિમણુંક કરવામાં આવેલ છે.
  • (૨) આ એક્ટની અમલવાહી માટે સેક્સન ૩૬ નીચે ડેઝીગ્નેટેડ ઓફીસરની નિમણુંક કરવામાં આવે છે.
  • (૩) આ એક્ટની અમલવાહી માટે સેક્સન - ૩૭ નીચે ફુડ સેફટી ઓફિસરની નિમણુંક કરવામાં આવે છે.

આ એક્ટ અમલવાહી માટે ડેઝીગ્નેટેડ ઓફિસર અને ફુડ સેફટી ઓફિસર નું ગવર્મેન્ટ ગેજેટમાં ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડી. નોટીફીકેશનમા નિમણુંક આપ્યા બાદ જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકામાં તેમને સોપેલ હદ કાર્યક્ષેત્રમાં ફ્રુડ સેફ્ટી ઓફીસર તથા ડેજીગ્નેટેડ અધિકારીશ્રીને કામગીરી કરવાની થતી હોય છે. તે મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને ભેળસેળ વગર સારો સ્વચ્છ ખોરાક મળે તે માટે અસ્થાયી ફ્રુડ વેલ્ડર સ્થાયી ફ્રુડ વેલ્ડર તથા રીટેલર - હોલસેલર તથા ફ્રુડ મેન્યુફેકચરીંગને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં online website - foodlicensing.fssai.gov.in/ સાઈડ ઉપર જઈ એપ્લીકેશન ફોર્મ ભરી શકાય છે ત્યારબાદ તેથી એક્નોલોજીમેન્ટ રીસીપ્ટ અને ફોર્મ (B) અને ફોર્મ (A) ની પ્રીન્ટ કાઢી પ્રીન્ટમાં જણાવેલ ડોક્યુમેન્ટ ૧૫ દિવસમાં જરૂરી પુરાવા સહિત ફોર્મ તથા ઓનલાઈન મેન રીસીપ્ટ ફીઝીકલ કોર્પોરેશનમાં જમા કર્યા બાદ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ના ઓનલાઈન એકાઉન્ટમાં એપ્લીકેશન ફી, સ્કુટીનાઈઝેશન કરી ફી જમા લઈ Assistant to Application ફુડ ઓફિસર ને વીઝીટ રીપોર્ટ સબમીટ કરવા મોકલી આપવામાં આવે છે. ફ્રુડ સેક્ટી ઓફીસરના ઓનલાઈન રીપોર્ટ સબમીટ થયા બાદ રીર્ટન ડી. ઓ. શ્રીને મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ એપ્લીકેશન ડોક્યુમેન્ટ તથા FSSAI નાં નિયમ મુજબ ફી ભરેલ હોય તો ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી દ્રારા લાયસન્સ જનરેટ તથા ઈસ્યુ કરવામાં આવે છે.

સ્ટેટ ફી લાયસન્સ અને રજીસ્ટ્રેશન - વાર્ષિક ૧૨ લાખ નીચે ટર્નઓવર બતાવે તો રજીસ્ટ્રેશન અને ૧૨ લાખ ઉપર ટર્નઓવરમાં લાયસન્સ લેવાનું હોય છે. તેનું ફી સ્ટ્રકચર અલગ પત્રકમાં આ સાથે સામેલ છે.

તેમજ જી. એમ. સી. વિસ્તારમાં ન્યુ લાયસન્સ માટે જે જે ડોક્યુમેન્ટ ઓનલાઈન એક્નોલોજીમેન્ટ રીસીપ્ટ તથા ફોર્મ બી માં દર્શાવેલ હોય છે. તેમજ તેનું અંગ્રેજી ડોક્યુમેન્ટનું લીસ્ટ ફોર્મ B લાયસન્સ સાથે રજુ કરવાનું હોય છે. તે અલગથી પત્ર આ સાથે સામેલ છે.

આ માટે ફ્રુડશાખામાં નીચે નો સ્ટાફ કાર્યરત છે.

અનુ. નંનામહોદ્દોમો. નંબર
૧ .એસ. એમ. ચૌધરીડેઝીગ્નેટેડ ઓફિસર૮૧૪૧૮૦૦૧૭૩
૨ .જે. કે. માંડવીયાફુડ ઓફિસર૯૦૯૯૯૭૩૩૯૩
૩ .ચૈતાલી પી. જોષીક્લાર્ક / કોમ્પુટર ઓપરેટર૮૪૮૮૦૨૮૭૧૯
૪ .મહીપેન્દ્રસિંહ વિ. પરમારક્લાર્ક૯૪૨૬૨૪૦૨૫૮

ખાધ પદાર્થની FSSAI ૨૦૦૬ એક્ટની ફરીયાદ લેખીત અથવા રૂબરૂ આવી કોર્પોરેશન ફ્રુડ શાખા તથા કોર્પોરેશન આપી શકાય છે .

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફ્રુડ સ્ટોર / રેસ્ટોરેન્ટ / મેન્યુફેકચરીંગ - યુનિટ (ફ્રુડ)/ રીટેલર / હોલસેલર નં ત્યાથી દરમહિને ફ્રુડ સેમ્પલ લેવામાં આવે છે. તથા ફ્રુડ સેમ્પલને રાજકોટ ફ્રુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં પુથ્થકરણ માટે મોકલવામાં આવે છે. લેબોરેટરીમાં સેમ્પલનું પૃથ્થકરણ કરી (૧) એડેલટેશન ન હોય તો કાન્ફોમ (૨) અપ્રમાણિત આવે તો – (૧) અનસેઈફ (૨) સબસ્ટાન્ડર્ડ (૩) મીસબ્રાન્ડેડ ના લેબોરેટરી રીપોર્ટ આવ્યાથી આગળને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

જો લેબોરેટરી રીપોર્ટ અનસેઈફ આવે તો કમિશનર ફ્રુડ એન્ડ ડ્રગ્સની મંજુરી મેળવી મંજુરી મલ્યાબાદ કોર્ટમાં ફરીયાદ કરવામાં આવે છે.

જો લેબોરેટરી રીપોર્ટ (૧) સબસ્ટાન્ડર્ડ (૨) મીસબ્રાન્ડેડ આવે તો ડેઝીગ્નેટેડ અધિકારીશ્રીની મંજુરી મળ્યાથી એડ્જ્યુંનીડીકેટીગ અધિકારી (અધિકલેકટર૮ / ફોજદારી શાખામાં ફરીયાદ દાખલ કરવામાં આવે છે.

આપ ઉપર મુજબથી શોર્ટ સમરી રીપોર્ટ ફ્રુડ સેફટી એન્ડ એક્ટ ૨૦૦૬ મુજબ જાહેર જનતાની જાન માટે વેબસાઈડ ઉપર મુકેલ છે. તેનું ફી નું સ્ટ્રકચર તથા ડોક્યુમેન્ટનું લીસ્ટ અલગથી આ સાથે સામેલ છે.