મિશન મંગલમ ( અર્બન ) યોજના
ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૫/૦૨/૨૦૧૨ ના ઠરાવથી ગાંધીનગર મહાનગરપાલિકામાં મિશન મંગલમ (અર્બન) યોજના અમલમાં છે.આ યોજનાનો હેતુ શહેરી ગરીબ કુટુંબની મહિલાઓના જૂથો (સખીમંડળો) બનાવી,તેઓને બચત કરાવવાનો તેમજ તેઓને કૌશલ્યવર્ધક તાલીમો આપીને આજીવિકા મેળવતા કરી આત્મનિર્ભર કરવાનો છે.
વર્ષ ૨૦૧૩થી અત્યાર સુધીમા કુલ ૨૨૫ મંડળોની રચના થયેલ છે. આ મંડળોમાંથી ઘણા મંડળો આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યા છે.જેમાં પેપર બેગ , રેગ્જીન બેગ , હેન્ડીગ્રાફની ચીજ વસ્તુઓ બનાવવી, સિવણ કામ તેમજ કટલરીનું વેચાણ કરે છે. સરકારના મહિલાઓ ને આગળ લાવવા માટેના કાર્યક્રમો રાખી માલા, નવરાત્રી માલા જેના દ્વારા બહેનોને સીધું વેચાણ માટેનું માર્કેટ મળે છે.
નવેમ્બર માસ અંતિત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની માહિતી નીચે મુજબ છે.
- કુલ સખી મંડળ - ૨૨૫
- કુલ સભ્ય - ૩૦૩૭
- કુલ બચત- ૨૬,૬૮,૬૦૦/-
- કુલ સખી મંડળનું ગ્રડીંગ-૧૧૦
- રીવોલ્વીંગ ફંડ મેળવેલ કુલ સખી મંડળ- ૯૨
- કુલ ચુકવેલ રિવોલ્વિંગ ફંડ- રૂ.૪,૬૦,૦૦૦/-
- આર્થિક પ્રવૃત્તિ કરતાં કુલ સખી મંડળ- ૧૩ મંડળ
- ગૃહ ઉદ્યોગ તાલીમ મેળવેલ – ૨૨ સખી મંડળ
- કુલ સખી મંડળોની સંખ્યા બેંક લીન્કેજ- ૧૪
વર્ષ ૨૦૧૪-૧૫માં યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કરાવવામા આવેલ કાર્યક્રમ
- રાખી મેળામાં ભાગ લીધેલ સખી મંડળની સંખ્યા-૮ મંડળ
- રાખી મેળામાં સખી મંડળોની કુલ આવક- રૂ.૨,૧૫,૮૨૦/-
- નવરાત્રી મેળામાં ભાગ લીધેલ સખીમંડળની સંખ્યા – ૨૩ મંડળ
- નવરાત્રી મેળામાં સખી મંડળોની કુલ આવક- રૂ.૩,૮૩,૦૩૫/-
આર્થિક પ્રવૃત્તિ કરતાં સખીમંડળો
- ‘’હિ હરસિદ્ધ મિશન મંગલમ યોજના મંડળ’ રેગ્જીન સ્કુલ બેગ,ર્પસ,વોલેટ વગેરે બનાવીને વેચાણ કરે છે.
- ‘’ જય ગુરુદેવ મિશન મંગલમ યોજના મંડળ’’ સફાઈ કામદાર તરીકે સચિવાલયની કચેરીમાં કામ કરે છે.(બ્લોક્ નં.૨૦)
- ‘’ હરસિદ્ધ મિશન મંગલમ યોજના મંડળ’’ સફાઈ કામદાર તરીકે સચિવાલયની કચેરીમાં કામ કરે છે.(બ્લોક્ નં.૧૬)
- ‘’ જય અંબે મિશન મંગલમ યોજના મંડળ’’ રેગ્જીન સ્કુલ બેગ,ર્પસ,વોલેટ વગેરે બનાવીને વેચાણ કરે છે.
- ‘’ રાધા કૃષ્ણ,શ્રી ઇન્દ્રાણી માતા, જય રામદેવ, હર હર મહાદેવ, જય શકત માં મિશન મંગલમ યોજના મંડળો’’ પેપર બેગો બનાવીને વેચાણ કરે છે.
યોજના દ્રારા મંડળોની મહિલાઓને અપાતી સ્વ-જાગૃતિની માહિતી કાર્યક્રમો
- શિક્ષણ આધારિત સેમિનાર(Institute of open schooling)
- કાયદાકીય માહિતી (PSI Ms. Puver)
- બચત આધારિત માહિતી માટેનો વોર્ક શોપ
- બેંક તરફથી બચત અને લોન માટે માહિતી
- બેંક દ્વારા આર્થિક પ્રવૃત્તિની તાલીમ
- જિલ્લા ગ્રામીણ કુટીર ઉદ્યોગ સંસ્થા દ્વારા સબસીડી લોન માહિતી
સંપર્ક – મહિલા કન્સલ્ટન્ટ