- ૧ ) સે.૩૦ ખાતે પબ્લિક વે - બ્રિજનું કામ :-
સે. ૩૦ સર્કલ પાસે સરકારશ્રીના હુકમ ક્રમાંક. જમન / ૧૦૨૦૧૨ / ૧૬૯૨ / ૭૮૨ / આર - ૧ તા. ૪ / ૩ / ૨૦૧૪ થી વે બ્રીજ ના બાંધકામ માટે ૯૦૦ ચો. મી. જગ્યા ની ફાળવણી થયેલ જેમાં રૂ. ૧૫ લાખ ના ખર્ચે વે બ્રીજ અને ઓફીસરૂમનું બાંધકામ કરીને તા. ૧૬/૧૨/૨૦૧૪ ના રોજ કાર્યાન્વિત કરેલ છે.
- ૨ ) પે એન્ડ યુઝ ટોઇલેટ :-
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ ના પત્ર ગુડા ઇન્ફ્રાબ્રાચ / ૮૧૯૦ તા. ૫ / ૧૧ / ૧૪થી ગાંધીનગર શહેરમાં આઠ પે એન્ડ યુઝ ટોઈલેટનો કબજો સંભાળી લેવા જણાવેલ જે અન્વયે આઠ પે એન્ડ યુઝ ટોઈલેટનો કબજો તા. ૧૫/૧૧/૨૦૧૪ ના રોજ સંભાળી રીપેરીંગની કામગીરી પૂર્ણ કરી જાહેર વપરાશ માટે તા. ૧/૧૨/૨૦૧૪ ખુલ્લા મુકવામાં આવેલ છે.
- ૩ ) શહેરના મુખ્ય માર્ગોના જંકશનો લોકભાગીદારીથી વિકસાવવા બાબત :-
સરકારશ્રીના પત્ર બીડીજી / ૧૦૯૨ / ૧૪૪૬ / ૧૦૩૨ / ભાગ ૬ / સી૧ તા. ૨૯ / ૧૦ / ૨૦૧૪ થી ગાંધીનગર શહેરના છ સર્કલો વિકસાવવાનો હુકમ કરવામાં આવેલ છે, જેમાં ચણતર, પ્લાસ્ટરની દીવાલો બનાવી, માટી કામ કરી લોન ઉગાડવા સુધી સુશોભનની કામગીરી કરવાની થાય છે, જે કામગીરી પ્રગતિમાં છે.
- ૪ ) સે.૩૦ ખાતે સ્મશાનગૃહની નજીક ઢોરવાડો બનાવવા બાબત :-
ગાંધીનગર શહેરમાં સે. ૩૦ ખાતે ઢોરવાડો બનાવવા માટે સરકારશ્રીએ ૧૫૦૦૦ ચો. મી. જગ્યા ફાળવેલ છે. આ જગ્યામાં ઢોરવાડો, હવાડો, ઘાસ માટે ગોડાઉન, સિક્યુરિટી કેબીન, ઓફીસ રૂમ બનાવવાનું આયોજન કરેલ છે તેની આર્કીટેક્ચરલ અને સ્ટ્રકચરલ ડીઝાઈનીંગ કરવા માટે કન્સલટન્ટશ્રી ને કામગીરી સોંપવા માટે ની પ્રક્રિયા હાથ ધરેલ છે.
- ૫ ) સે.૧૭ ખાતે ફાયર સ્ટેશનમાં સર્વિસ સ્ટેશન બનાવવા :-
ગાંધીનગર મહાનગરપાલિકાના વાહનો વોશ કરવા અને સર્વીસીંગ કરવાની સુવિધા ઉભી કરવા માટે સર્વીસસ્ટેશન રેમ્પ બનાવવામાં આવેલ છે અને વોશીંગ અને સર્વીસીંગની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.
- ૬ ) રંગમંચ નવીનીકરણનું કામ :-
ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક સે. ૧૬, ૨૦, ૨૨, ૨૮, ૨૯ અને ૩૦ ખાતે આવેલ છ રંગમંચની નવીનીકરણની કામગીરી આર્કિટેક્ટને સૌપવા માટેની પ્રક્રિયા હાથ ધરેલ છે.
- ૭ ) ગાંધીનગર શહેરમાં ખાનગી સોસાયટીઓમાં કમ્પાઉન્ડવોલ અને રોડની વચ્ચેની જગ્યામાં પેવરબ્લોક લગાવવાની કામગીરી ચાલુ છે. આ માટે સોસાયટીના પ્રતિનિધિએ પેવરબ્લોક લગાવવા માટે લેખિત અરજી કરવાની હોય છે. અરજી મળ્યેથી માપો લઇ અંદાજો તૈયાર કરી લોકફાળાની રકમ (૨૦ %) ભરાવવા પત્ર પાઠવવામાં આવે છે. રકમ ભર્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવે છે.